ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો તથા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
ઘર્ષણ એ આગ જેવુ છે.તે કોઈવાર ઇચ્છનીય અને જરૂરી છે,તો કેટલી વાર અનિચ્છનીય છે.
ઘર્ષણ ની હાજરી માં આપણે ચાલી શકીએ છીએ, વસ્તુ ને પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાલતા હોઈએ તો ઊભા રહી શકીએ છીએ વગેરે.
અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ કરવાનું અશક્ય છે.
ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું ધર્ષણ, કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્ય બળ પૂરું પાડે છે.
ધર્ષણની હાજરીમાં જ આપણે યંત્રના ફરતાં પૈડાની ગતિને પટ્ટા દ્વારા બીજા પૈડાને આપી શકીએ છીએ.
ધર્ષણના ગેરલાભ એ છે કે, તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને ધર્ષણના કારણે ઊર્જાનો ઊષ્મા સ્વરૂપે વ્યય કરે છે. ધર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગો ધસાય છે તેથી આર્થિક નુકસાન થાય છે. ઘર્ષણને કારણે કપડાં, બૂટ, વાહનના ટાયરો વગેરે ધસાય છે તેથી આર્થિક નુકસાન થાય છે.
ઘર્ષણ ઘટાડવાના ઉપાયો:
$(1)$ યંત્રોમાં ગતિક ઘર્ષણ ધટાડવા માટે ઉંજણ $(Lubricants)$ વપરાય છે.
$(2)$ યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ-બેરિંગ્સનો ઉપયોગ થાય છે જે આકૃતિ $(a)$ માં દર્શાવી છે.
$(3)$ સાપેક્ષ ગતિમાં હોય તેવી ધન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખીને ધર્ષણ ધટાડી શકાય છે જે રચના આકૃતિ $(b)$ માં દર્શાવી છે.
એક નિયમિત $6\, m$ લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક $0.5$ જેટલો હોય તો ચેઈનનો .........$m$ જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે.
$0.25 $ ઘર્ષણાંક ધરાવતા ટેબલ પરથી લટકાવી શકાતી ચેઇનની મહત્તમ લંબાઇ મૂળ લંબાઈના કેટલા $\%$ હશે ?
એક $100 \,kg$ બરફ ઉપર ખસેડવા માટે $98\,N$ બળની જરૂર પડે તો સ્થિત ઘર્ષણાક કેટલો થાય?
બૉક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ હોય, તો. ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો.
ઘર્ષણાંકનો એકમ જણાવો.